રાત્રે આકાશ કેટલું સુંદર દેખાય છે ? આ પ્રશ્નનો જવાબ તો વિવિધ દેશોના ફોટોગ્રાફરોએ લીધેલી આ અદભુત તસવીરો પરથી જ અંદાજો લગાવી શકાય છે. આ તસવીરો ફોટોગ્રાફર કનાટે મેયર્સ, માયકલ ગોહ અને વિશ્વના અન્ય ફોટોગ્રાફરોએ લીધી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ પસંદ કરવામા આવી રહી છે. જોકે ફોટોગ્રાફી અંગે ઓછી જાણકારીને કારણે અમુક લોકો આ તસવીરોને ફોટોશોપની કમાલ ગણાવે છે, જ્યારે ફોટોગ્રાફીના ક્ષેત્ર સાથે જોડાયેલો લોકો આ તસવીરોને શ્રેષ્ઠ ગણાવે છે.