માઇક્રોસોફ્ટ આજે ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન લુમિયા640 અને લુમિયા 640 XL લોન્ચ કરવા જઇ રહી છે. આ બન્ને ફોન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ બન્ને ડિવાઇસ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કર્યા હતા. જો કે કંપનીએ હજી સુધી એ વાતનો ખુલાસો નથી કર્યો કે ભારતમાં તેની કિંમત શુ હશે. લુમિયા 640 XLકંપનીએ અત્યાર સુધીનો સૌથી મોટી સ્ક્રિન વાળો સ્માર્ટફોન છે. તેની સ્ક્રિન 5.7 ઇંચની છે. મોબાઇલ બજારમાં સફળ કંપની માઇક્રોસોફ્ટે યુએસના વાશિંગ્ટન શહેરમાં રેડમંડ સ્થિત હેડક્વાટર્સ પણ શાનદાર છે.
માઇક્રોસોફ્ટ કંપનીનુ રેડમંડ સ્થિત હેડક્વાટર્સ 1986માં શિખ્ટ કરવામાં આવ્યુ હતુ, ત્યાર બાદ આ હેડ ક્વાટર્સને કેટલીય વખત વધારવામાં આવ્યુ છે. વર્ષ 2006માં કંપનીએ અહિયા સફેકો કેમ્પસ ખરીદી ત્યા નવી બિલ્ડિંનુ નિર્માણ કર્યુ હતુ. ત્યાર ફુટબોલ મેદાનથી લઇને મોલ સુધીની સુવિધા છે. કર્મચારીઓ માટે શાનદાર લોકેશન સ્પોટ પણ છે. અહિયા કુલ 120 બિલ્ડિંગનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
80 લાખ સ્ક્વેરફુટમાં ફેલાયેલુ છે કેમ્પસ:
માઇક્રોસોફ્ટનુ કેમ્પસ ધીરે-ધીરે વધતુ ગયુ અને હવે તે 80 લાખ સ્ક્વેર ફુટમાં ફેલાઇ ચુક્યુ છે. આ મેરેથોન કેમ્પસમાં કર્મચારીઓ માટે દરેક પ્રકારની સુનિધાઓ ઉપલબ્ધ છે. કંપનીના આ હેડક્વાટર્સમાં લગભગ 40,000 કર્મચારીઓ કામ કરે છે. હેડક્વાટર્સની અંદર મોટો મોલ પણ બ
નાવવામાં આવ્યો છે. કર્મચારી સાથે કોઇ ગેસ્ટ હોય તો તે પણ મોલમાં શોપિંગ માટે જઇ શકે છે. કર્મચારીઓને અંદર ફરવા માટે બસની સુવિધા પણ કરવામાં આવી છે.
ફુટબોલ મેદાન અને ગેમ્સ ઝોન :
માઇક્રોસોફ્ટ કર્મચારીઓનુ પૂરૂ ધ્યાર રાખે છે. કંપનીએ કેમ્પસમાં ફુટબોલનુ મેદાન પણ બનાવ્યુ છે. સાથે સાથે કેટલાય ગેમ્સ ઝોન પણ બનાવ્યા છે. જ્યા કર્મચારીઓ નવરાશના સમયમાં રમી શકે. કર્મચારીઓ માટે કેન્ટિંનની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો કર્મચારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવુ હોય તો સાયકલની સુવિધા ઉપલબ્ધ છે.
માઇક્રોસોફ્ટ ફાઉન્ડરની યાદગાર ફોટો:
અહિયા માઇક્રોસોફ્ટના ફાઉન્ડર્સનો એક ફોટો રાખવામાં આવ્યો છે. જે 1978માં લેવામાં આવ્યો હતો. આ ફોટમાં બિલગેટ્સ, એન્ડ્રિયા લુઇશ, મારલા વુડ, પોલ એલન, બોબ ઓરેયર, બોબ ગ્રીનબર્ગ, માર્ક મેકડોનલ્ડ્સ, ગોર્ડન લેટવિન, સ્ટિવ વુડ, બોબ વાલેસ, અને જીમ લેન સામેલ છે.