તાજમહેલ
મૂળ ન્યૂઝીલેન્ડના એક ફોટોગ્રાફરે એક ખાસ ફોટો સિરીઝ જાહેર કરી છે. જોકે સિરીઝમાં વિશ્વના સુંદર સ્થળોની તસવીરોને ગેરકાયદેસર રીતે લેવામાં આવી છે. જેમકે ભારતની શાન ગણાતા તાજમહેલની આસપાસ કોઇ ડ્રોન ઉડી શકતું નથી, પરંતુ આ ફોટો ગેરકાયદે રીતે ડ્રોન વડે લેવામાં આવી છે.
વિશ્વના 60 દેશોની મુસાફરી કરી ચૂકેલા ફોટોગ્રાફર એમોસ ચેપલે આ તસવીરોએ સમયે લીધી હતી, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં ડ્રોન અંગેના કાયદા સ્પષ્ટ નહોતા. ચેપલની તસવીરો ઘણા મોટા પબ્લિશીંગ હાઉસમાં છપાતી હોય છે. ચેપલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના પણ ફોટોગ્રાફર રહી ચૂક્યા છે.
તાજમહેલની તસવીર લેવામાં ઘણી મુશ્કેલીઓ થઇ
ચેપલ પ્રમાણે તાજમહેલની તસવીર ડ્રોનથી લેવાનું કામ તેમના માટે સરળ નહોતું, આ માટે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમને અંતે સફળતા મળી ગઇ. તેમણે દિલ્હીના લોટસ ટેમ્પલ અને જામા મસ્જીદની તસવીરોને પણ આ શ્રેણીમાં સ્થાન આપ્યું છે. ચેપલને આ સિરીઝ પૂરી કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. જોકે હવે કોઇપણ ફોટોગ્રાફર આ રીતે તસવીરો લઇ શકશે નહીં, કારણ કે હવે મોટાભાગના દેશોમાં ડ્રોન અંગે કડક કાયદાઓ બની ગયા છે.
લોટસ ટેમ્પલ, દિલ્હી
જામા મસ્જીદ, દિલ્હી
કેન્ડી કેન કેપિટલ, રશિયા
બાર્સેલોના
સેંટ પીટર એન્ડ પોલ કેથેડરેલ, પીટર ગોફ, ફિનલેન્ડ
બોર્ટેનેઝ, નેધરલેન્ડ
મૈક્સિમમ સિટી