slider

While preparing the world's largest aircraft, the Airbus factory
છેલ્લા કેટલાંક વર્ષોથી એરક્રાફ્ટ તૈયાર કરતી ફ્રેન્ચ કંપની એરબસે, અમેરિકન કંપની બોઇંગને પાછળ છોડી દીધી છે. ફ્રાંસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી એરબસની ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ અંતર્ગત એરબસની ટૂલુસ શહેરમાં આવેલી ફેક્ટરીની મુલાકાત લે તેવી શક્યતા છે. એરબસની ટૂલુસ સ્થિત ફેક્ટરીમાં 11500થી વધુ લોકો કામ કરે છે. જે પૈકી 4500 જેટલાં લોકો તો ટુલુસ-બ્લાગ્નેક ઇન્ટરનેટશનલ એરપોર્ટની નજીકના યુનિટ ખાતે કાર્યરત છે.
ટૂલુસ એરબસ ફેક્ટરીની ટૂરમાં વિશ્વનું સૌથી વિશાળ એરક્રાફ્ટ એ-380ની ફાઇનલ એસેમ્બલી લાઇન પણ જોવા મળે છે. વર્ષ 2007માં સિંગાપોર એરલાઇન્સે પહેલીવાર આ એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો.
એરબસની મુખ્ય શેરહોલ્ડર કંપની યુરોપીયન એરોનોટિક ડિફેન્સ એન્ડ સ્પેસના સ્વર્ગસ્થ ચેરમેન જીન લુક લાગર્ડેરના નામે આ એસેમ્બલી લાઇનને ઓળખવામાં આવે છ. આ એસેમ્બલી લાઇન વિશ્વની સૌથી વિશાળ કન્સ્ટ્રક્શન જોબમાં ગણના થાય છે.
While preparing the world's largest aircraft, the Airbus factory
અહીંયાના ડોમની લંબાઇ એટલી વિશાળ છે કે તેમાં આખું એરબસ વિમાન સમાઇ શકે છે.
એરબસની ફાઇનલ એસેમ્બલીમાં ફોરવર્ડ, સેન્ટર ફ્યૂઝલેજ સેક્શનને જોઇન કરવામાં આવે છે. પાંખોને વિમાનના ફ્યૂસલેજમાં ગોઠવવામાં આવે છે. બાદમાં પ્લેનની ઊભી ટેઇલ, ફિન અને એન્જિન પાયલોન્સ, લેન્ડિંગ ગીયર અને એન્જિન ઇન્સ્ટોલેનશન કરવામાં આવે છે.
કેબિનમાં ફર્નિચરને લગતું મોટાભાગનું કામ સૌથી છેલ્લે ટુલૂસમાં જ કરવામાં આવે છે. અહીંયા જ પ્લેનનું ફ્લાઇટ અને ગ્રાઉન્ડ ટેસ્ટિંગ કરવામાં આવે છે. અહીંયાના ટેસ્ટ પાઇલટ્સ અડધા પાઇલટ અને અડધા એન્જિનિયર હોય છે. એરબસ -380ના સેફ્ટી ટેસ્ટમાં એ વાતની કાળજી લેવામાં આવે છે કે, વિશાળ હોવા છતાં આખું પ્લેન માત્ર 90 સેકન્ડ્સમાં ખાલી થઇ જાય.
While preparing the world's largest aircraft, the Airbus factoryWhile preparing the world's largest aircraft, the Airbus factory