slider

આ પોસ્ટ સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે છે. મને એક મનમાં સવાલ થયો કે વર્ડપ્રેસમાં કેટેગરી આવે છે આ કેટેગરી ને પેઇજમાં એવી રીતે સેટ કરી હોય કે કેટેગરીમાં ટીક કરેલ તમામ પોસ્ટનું લીસ્ટ આવી જાય. અને તે પણ ઓટોમેટીક.
થોડુક ગુગલિંગ કર્યું અને જવાબ મળ્યો, અને મારે જોઈતો ઉકેલ પણ મળી ગયો. મને ગુગલે જે લીંક આપી તે લીંક અહી મુકું છું.
http://wordpress.org/plugins/list-category-posts/
આ લીંક પરથી મેં પ્લ્ગીન ડાઉનલોડ કર્યું, ઇન્સ્ટોલ કર્યું, એક્ટીવ કર્યું.
હવે મારે પેઇજમાં પોસ્ટ લીસ્ટ કેટેગરી પ્રમાણે કરવું છે તે માટે નીચે આપેલ વિડીયોની મદદ લીધી.( જોકે અંગ્રેજી આવડતું નથી પણ સમજાય ગયું એટલું સારું.)
http://www.youtube.com/watch?v=Zfnzk4IWPNA

[catlist name="news"]
આ કોડ HTML વર્ડપ્રેસમાં ખાલી tex જ લખેલું આવે છે, ત્યાં કોડ પેસ્ટ કર્યો. news લખેલું છે ત્યાં કેટેગરીની લીંકમાં જે નામ હતું તે મુક્યું.
પછી પેઈજ પબ્લીશ કર્યું.
હા, મિત્રો સફળતા મળી ગઈ. મને આનંદ થયો અને પોસ્ટ પણ બ્લોગ પર મૂકી દીધી.
હવે અખતરા કર્યા પછી ફાઈનલ પરિણામ મળ્યું તે લીંક પણ આપની સાથે શેર કરું છું.
http://webgurjari.in/parichay/
જે ડેમો લીંક ગણી લેશો અને ગુજરાતી વાંચન માટે ઉપયોગી લેખોનું લીસ્ટ પણ મળી જશે.
તેમ છતાં કોઈ મદદની જરૂર પડે તો કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે.