બ્લોગરમાં લેબલ અને વર્ડપ્રેસમાં કેટેગરી આવે છે. લેબલ એટલે વિભાગ. દેસીભાષામાં કહીએ તો કબાટના ખાના. કબાટના ખાનામાં જુદા જુદા નામના ખાના રાખીશકાય. અને ખાનામાં નામ પ્રમાણે વસ્તુ રાખીશકાય. બ્લોગમાં પણ જુદી જુદી પોસ્ટ પ્રમાણે લેબલ રાખીશકાય. આ જ બ્લોગમાં બ્લોગને લગતી પોસ્ટ માટે “બ્લોગ હેલ્પ” નામ રાખ્યું છે. ફેસબુકને લગતી પોસ્ટ માટે “ફેસબુક” નામ રાખ્યું છે.
આટલું સમજ્યા પછી મનીષભાઈના સવાલનો જવાબ ચિત્ર દ્વારા સમજીએ.
લેબલનું નામ જે રાખવું હોય તે નામ ચિત્ર પ્રમાણે રાખો.
લેબલનું નામ પોસ્ટને અનુરૂપ રાખો. અને Done પર ક્લિક કરો.
નવલકથાના પુસ્તકનું નામ ગમે ત હોઈ શકે, ગમે તેટલું લાંબુ પણ હોઈ શકે, પણ કબાટના ખાનનું નામ “નવલકથા” રાખી શકાય.
તમે અગાઉ પોસ્ટ પ્રકાશિત કરી હોય અને લેબલ ન રાખ્યા હોય તો શું કરવું?
એકસાથે બ્લોગમાં લેબલ કેવી રીતે આપવા? પોસ્ટ જોઈ જશો.