slider

ઘર એટલે પોતાનું વતન

By Chandsar -
ઘર એટલે પોતાનું વતન. જ્યાં તનને આપણે તેની ધૂળમાં રગદોળી શકીએ, જ્યાં પાણીમાં ભલેને આંશિક

જ્યાં તમે પરદેશી ચિંતાઓને સાચે જ ચિતામાં નાખી શકો. જ્યાં તમને થોડાં પણ બીમાર થવું ગમે, જ્યાં તમે લંગોટિયા યારના ઘરે વગર કહ્યે તેની બા ના હાથની બનાવેલી પૂરીનો ડબ્બો ખોળામાં રાખી ખલાસ કરી શકો તોય કોઈ કાંઈ ન બોલી શકે..

જ્યાં તમને ગરમી પણ ઠંડકવાળી લાગે, જ્યાં પડોશીઓ તમને સમયાંતરે 'આઆહાઆ, કેમ છે ભાઈ, ક્યારે આવ્યો? અને હવે આ વખતે તો થોડું લાંબુ રોકાવવાનો છે ણે' જેવાં માસૂમ સવાલો કરે...અરે! અરે અરે ! જ્યાં બસ તમે તમારી મા ના ખોળામાં માથું મૂકી કલાકો સુધી સુઈ શકો અને છતાંય તે કશુયે ન બોલે. ને પછી ને જાગો ત્યારે ગરમ 'ચાહ' નો કપ ઠંડો થવાને આરે પડ્યો હોય...

ત્યારે એવાં માહોલમાં આગળ લખવાની તાકાત આપોઆપ ઓછી થતી જાય છે...માત્ર એટલું જ બોલાઈ જાય કે................

-મું'ભાઈ'થી...મા નો ભઈલો અને બેનનો ભાઈ: અલ્પેશ પટેલ.
ખારાશ હોય છતાં તે મીઠ્ઠું લાગે. જ્યાં તમને તમારા 'પોતાના લોકો' કે 'અપને વાલે' લોગ દિલથી મળે.