તમે દરેક વખતે ફરવા માટેનો પ્લાન બનાવો છો ત્યારે એવી જગ્યાઓને પસંદ કરો છો જ્યાં ટ્રાવેલિંગમાં ઓછો સમય લાગે અને તમે વધારે સમય સુધી કોઇ પ્લેસને એન્જોય કરી શકો. પ્લેસની પસંદગીમાં તમે એ પણ ધ્યાન રાખો છો કે આ પ્લેસની મુલાકાતની સાથે તમે એક અલગ જ શાંતિનો અનુભવ કરી શકો અને કંઇક નવું જોવા કે જાણવાનો આનંદ પણ મેળવી શકો. આજે અહીં એવી કેટલીક પ્લેસની મુલાકાત કરાવવામાં આવી રહી છે જે પોતે પોતાનામાં ખાસ છે અને પ્રાકૃતિક દ્રશ્યોને માટે એક અલગ જ સ્થાન ધરાવે છે. આ પ્લેસની સુંદરતાને જોઇને જ તમે અહીંની મુલાકાતનું મન બનાવી શકો છો.