બ્રુનેઈનો સોનેરી સુલતાનઃ કપડા, મહેલ-વિમાનથી માંડી બધુ જ સોનાનું!
બ્રુનેઈના સુલતાન હસન-અલ-બોલકિયાના પુત્ર પ્રિન્સ અબ્દુલ મલિક(ઉં.વ.31)ના શાહી લગ્નનો શાહી સમારોહ રવિવારે યોજાયો. લગ્નમાં શાહી સલ્તનતની દોમદોમ સાહ્યેબી છલકાઈ. અંદાજે 20 બિલિયન (1.20 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા બ્રુનેઇના સુલતાન પોતાની અત્યંત વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતા છે.
સુલતાનના શાહી મહેલમાં 650 સ્યૂટ્સ
બ્રુનેઇના સુલતાન મેન વિથ ગોલ્ડન સ્પૂન કરતાંય વધુ અમીર છે. તેમના વિશે એવું કહેવાય છે કે તેમના કપડાંમાં એમ્બ્રોડરી માટે પણ સોનાનાં તાર વાપરવામાં આવે છે. સુલતાનની પાસે દુનિયાનો સૌથી મોટો લકઝરી મહેલ છે જેમાં 1788 રૂમ છે, આ રૂમમાં હીરા અને સોનું જડાયેલું છે. સુલતાનના શાહી મહેલમાં લગભગ 650 સ્યૂટ્સ છે જે પ્રત્યેકની કિંમત 1.5 લાખ યુરો (10,474,721 રૂપિયા) છે. તેમની પાસે સોનાનું વિમાન અને 7000થી વધુ લક્ઝુરિયસ કાર્સ હોવાનું કહેવાય છે. જેમા 604 રોલ્સ-રોયસ, 574 મર્સિડિઝ, 452 ફરારીનો સમાવેશ થાય છે. બ્રુનેઈમાં સુલતાન હસનલ બોલકિયાનું શાસન છે. દેશની મોટા ભાગની આવક તેલ અને ગેસની નિકાસમાંથી થાય છે.
બ્રુનેઇના સુલતાનના પેલેસ ધ ઇસ્તાના નુરુલ ઇમાનની એક ઝલક
બ્રુનેઇના સુલતાનની રિક્વેસ્ટ પર રોલ્સ રોય્સે પોર્શે કંપનીના કારની ડિઝાઇન સાથે પોતાની ડિઝાઇન કમ્બાઇન કરીને કાર ડિઝાઇન કરી હતી, આ ખાસ રોલ્સ રોય્સ બ્રિટનમાં છે. સુલતાન જ્યારે બ્રિટન આવે છે ત્યારે આ કાર યૂઝ કરે છે.
સુલતાનના ટોઇલેટનું ઇન્ટિરિયર પણ ગોલ્ડનું છે.
સુલતાનની પાસે અતિ મોંઘુ અને દુલર્ભ લકઝરી બોઇંગ વિમાન પણ છે.
પ્લેનનું વૈભવી ઇન્ટિરિયર.
સુલતાનની કાર (જેમાં તે યાત્રા કરે છે) તેના ઉપર સોનું જડાયેલું છે.
ગોલ્ડ પ્લેટેડ વોશિંગ બેસિન.
પેલેસનું ઇન્ટિરિયર.