એક હતો મકોડો.
જન્મ્યો ત્યારથી તે કીડી કરતા મોટો હતો તેનો તેને ગર્વ હતો.
એ જીવનમાં ખુબ જ ખાંડ મેળવીને ખુબ જ સુખી થવા માંગતો હતો.
આ માટે તેણે ખુબજ ભણી- ગણી, હોશિયાર બની, મહેનત અને હોશિયારીથી લુખી-સુકી જમીનના દર માંથી મોટા મંદિરમાં પહોચી ગયો! મંદિરમાં તેને રોજ-રોજ, દિવસ-રાત ખાંડથી ભરપુર વાનગીઓ ખાવા મળતી હતી.
પરંતુ મકોડાને એક દિવસ ડોકટરે કહ્યુકે તેને ડાયાબીટીસ છે અને તેને ખાંડની બદલે સેક્રીન ખાવાની સલાહ આપી. મકોડો દુખી-દુખી થઇ ગયો. એને થયું,- આખી જીંદગી જે મહેનત કરી છે તે ખાંડ ખાવા કરી હતી.
સેક્રીન ખાવાનું તો ક્યારેય વિચાર્યું જ નહતું. સુખ ભોગવવા માટે મેળવેલો ખજાનો સામે જ પડ્યો હતો છતાં પણ તે ભોગવી શકતો ન હતો.
એણે ભગવાનને પ્રાર્થના કરી. મોટા મંદિરના મોટા ભગવાન સામે જ હતા અને એ એમના મંદિરમાં જ સ્થાન પામ્યો હતો. તેમ છતાં પણ ડાયાબીટીસ મટ્યો નહી.
એને થયું,- રોજ લાખો લોકો ભગવાનને જાતજાત ની મીઠાઈઓ અને દાન આપી પ્રાર્થના કરે છે તો પણ તેમના દુઃખનો અંત આવતો નથી અને હમેશા અહી આવી કઈ ને કઈ મેળવવા પ્રાર્થના કર્યાજ કરે છે, તો પછી મારા દુઃખનો અંત ક્યારે આવશે? સુખી થવા બધું મેળવ્યું પણ જે મેળવ્યું તેમાં તેનું સુખ ન હતું!
મકોડા ને હવે પેલી લુખી-સુકી જમીનનું દર અને સામાન્ય જીવન જીવતા કીડી-મકોડા યાદ આવ્યા.
તેને આ સ્વર્ગ જેવું મંદિર અને ખાંડનો ખજાનો છોડીને પાછા જવાની ઈચ્છા થઇ આવી. જો તે આ સમૃધ્ધિ માં રહે તો તેની સામાજિક પ્રતિષ્ઠા જળવાઈ રહે પણ રોજ રોજ દુખી હૃદયએ રહેવું પડે. અને જો એ પાછો જાય તો સુખ-શાંતિ મળે પણ લોકો એને સ્વર્ગ જેવી જગ્યા અને ખજાનો છોડી આવેલો જોઈ મૂરખ ગણે.
મકોડો એટલો બધો હોશિયાર કે હિમતવાન નહતો કે આનો નિર્ણય કરી શકે.
Added by:Jayesh Bhatt
પછી એ મકોડો પાછો પોતાના ગામ ગયો…
બધા સ્નેહીઓ ને મળ્યો…ને એને એક વૈદ્યરાજ પણ મળી ગયા..જેને તેને લીમડા ના મૂળ માં રહીને તેની શાખો નો અર્ક ખાવાનું કહ્યું…
ધીરે ધીરે તેનો ડાયાબીટીસ મટી ગઈ અને ક્યારેક ક્યારેક ખાંડ ખાઈ શક્યો..
આમ પોતાના મૂળ વતન માં આવવાથી તેને લોકો નો સાથ પણ મળ્યો અને તેનો રોગ પણ કાયમ માટે દુર થઇ ગયો….!!
વાર્તા પૂરી..