slider

મારી સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. હું ફરી ગામમાં આવ્યો. મારો સામાન ધ્રુવપદ મુખર્જીને ત્યાં પડ્યો હતો. એમને માંડીને વાત કરી, તેઓ ત્યાંની જાણીતી વ્યકિત છે અને મંત્રતંત્રમાં આસ્થા રાખે છે.

મારી આંખમાં વિશ્વાસની ઝલક જોઇને એમણે પોતાની જવાબદારી પર સાહસ કરવાનું સ્વીકાર્યું અને ત્યાંની લગભગ એકસો ચાલીસ વ્યકિતની યાદી બનાવી. જે બધા ત્યાંના અત્યંત મહત્વપૂર્ણ માણસો હતા. અને એમના ક્ષેત્રમાં જાણીતા અને આગળ પડતા હતા.

બીજા દિવસે સાંજે છ વાગે બધા નદી કિનારે પહાચી ગયા. થોડીવાર રહીને એ અમારી વચ્ચે આવ્યો અને એણે શુદ્ધ અંગ્રેજીં જમણમાં હાજર રહેવા બદલ સૌનો આભાર માન્યો એટલામાં અચાનક અમારી નજરોનજર સામે વિશાળ મંડપ બંધાઇ ગયો. જાજમો પથશાઇ ગઇ. ટેબલ ખુરશી ગોઠવાળ ગયા એના પર સફેદ દૂધ જેવી
ચાદરો પથરાઇ ગઇ અને એક તરફ સ્ટેજ જેવું બની ગયું. માત્ર હું જ નહિ, ત્યાંના તમામ ઊપસ્થિત નાગરિકો આ વાતની સાક્ષી છે. કેટલાય દિવસ સુધી આ વાતો છાપાઓના પાને પણ ચઢાઇ છે. મહેમાનોમાં બે પત્રકાર પણ હતા. અને એક તો અગ્રણીછાપાના માલિક રમણીકાન્ત બેનરજી સુદ્ધાં હતાં. જોતજોતામાં મંડપ પર રોશનીનો
ઝળઝળાટ થઇ ગયો. રાતે લગભગ સાડા નવ વાગે ઝાંઝરનો ઝંકાર સંભળાવા લાગ્યો. બ્રેક ગ્રાઊન્ડમાં જાતજાતના વાજત્રો સાથે આવી રહ્યાં હતાં.

નવાબોના જમાનામાં રાત્રિ ભોજનવેળા જેવું નાૃત્ય ચાલતું હતું તેવું શરૂ થઇ ગયું હતું. એટલામાં ટેબલ પર મહેમાનો સમક્ષ ચાંદીની થાળીઓ-વાડકીઓ અને કાંટા- મચમી ગોઠવાઇ ગયા અને જમણની ભવ્ય વ્યવસ્થા થતી ગઇ. આ તમામ કામકાજ અદ્રશ્ય રૂપે યોજના બધ્ધ ચાલી રહ્યું હતું પણ આ કોણ કરી રહ્યું છે એ જરાય દેખાતું નહોતું.

વચમાં એક શાનદાર ખુરશી ખાલી હતી. થોડી ક્ષણોમાં એક ભવ્ય વ્યકિતત્વ વાજિદઅલી શાહ મરક મરક મલકાતા બે કનીઝો સાથે ધીરે ધીરે ચાલતા ચાલતા પેલી ખુરશી પર બીરાજયા. નાૃત્યને સથવારે જાતજાતની ને ભાતભાતની વાનગીઓ પિરસાવા લાગી. વાજિદઅલી શાહની બાજુંમા જ પેલો અઘોરી બેઠો હતો. તથા
એની બીજી તરફ વાજિદઅલી શાહનાં વઝીર અલીખાન ઊપસ્થિત હતા.

મ મારી જદગીમાં આટ-આટલી વાનગીઓ જોઇ ન હતી. સેકંડો પ્રકારની વાનગીઓ તૈયાર હતી. અને પીરસાતી
જતી હતી. વાજિદઅલી શાહના સંકેત પર જમણનો પ્રારંભ થયો હતો. હાસ્યની છોળો વચ્ચે લગભગ બે વાગે એ મહેફિલ પૂરી થઇ ત્યારે લખનૌના પાનનો દોર ચાલ્યો. વચમાં વિવિધ પ્રકારનાં નાૃત્ય પણ રજૂ થયો હતાં.

બીજા દિવસે લગભગ પાંચ વાગે મળસ્કે આ મહા મેળો વિખરાયો અને જોતજોતામાં પેલો મંચ, નર્તકીઓ, અને વાજિદઅલી શાહ અને તમામ ઝાકઝમાઇ અદ્રશ્ય થઇ ગયા. પાછળ રહી ગઇ માત્ર રાત્રિ ભોજનની વધેલી ઘટેલી વાનગીઓ અને હવામાં અત્તરની સુગંધ!

આ પ્રસંગની મારા પત્રકાર મિત્રે કેટલીક છબીઓ ઝડપી લીધી હતી. જે બીલકુલ સ્પષ્ટ આવી હતી. આજે પણ
ત્યાંના લોકો સોગન ખાઇને કહે છે કે અમે જે કાંઇ જોયું છે એ સો ટકા સાચું છ કારણ એમાં અમે ભાગ લીધો છે ને આ તસ્વીરો એની સાક્ષી પૂરે છે. આ ઘટના આજના લોકોને કેટલીક અસત્ય ભલે લાગે પણ તેઓ જાતે ત્યાં જઇને કાનોકાન સાંભળી શકે છે. એ અઘોરી આજે પણ એ સ્મશાન આગળ જ જોવા મળી જાય છે. જેની રાત વાજિદઅલી શાહ સાથે વીતે છે અને જે દરરોજ વાજિદઅલી શાહની સાથે ભોજન લે છે.